
સુરત, 11 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લિંબાયત વિધાનસભા વિસ્તારના પરવત ગામ સ્થિત ગીતાનગર અને ગોડાદરાના પટેલનગર ખાતે પૂરથી અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ સહાયનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતોની માહિતી મેળવી તેમજ સરકાર તરફથી શક્ય તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપી હતી.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયમાં સરકાર દરેક નાગરિકની સાથે મજબૂતીથી ઊભી છે અને જરૂરિયાતમંદો સુધી સમયસર રાહત પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજનભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે