ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના રાજ્યમાં અત્યાર સુધી 17 શંકાસ્પદ કેસોમાં 6 પોઝિટિવ, 3 બાળકોનાં મોત
ગાંધીનગર, 11 જુલાઇ (હિ.સ.) : રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ચ
file photo Chandipura virus in Gujarat


ગાંધીનગર, 11 જુલાઇ (હિ.સ.) : રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં ત્રણ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે.

આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે વિશેષ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 17 શંકાસ્પદ બાળકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 10 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 6 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 3 બાળકોના દુઃખદ મોત નોંધાયા છે.

આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ તેમજ આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને રોગચાળો વધુ ન ફેલાય તે માટે વિશેષ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. જેમાં વડોદરાના ગોધરાથી બે બાળકને સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ જ રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું, આ બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેનું પણ કમકમાટીભર્યું મોત થયું છે.

વધુમાં ઉમેર્યું કે, હાલમાં વિસનગરના એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે, જ્યાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા અન્ય શંકાસ્પદ કેસો શોધવા માટે અલગ-અલગ વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે આજે જ રાજ્યના 61 સ્થળોએ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જ્યાં જ્યાં કેસ નોંધાયા છે ત્યાં સંક્રમણ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય (Sand Fly) માખીઓ મળી આવી છે. આ માખીઓનો નાશ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા, બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, માખી-મચ્છરનું નિયંત્રણ કરવા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જનજાગૃતિ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande