સુરતના બેગમપુરામાં રખડતા શ્વાનોનો આતંક: ચાર કૂતરાઓએ બકરી પર જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ભયનો માહોલ
સુરત, 11 જુલાઈ (હિ.સ.) સુરતના સેન્ટ્રલ ઝોનના બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાર રખડતા શ્વાનોએ એક બકરી પર એકસાથે હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગે
Navsari


સુરત, 11 જુલાઈ (હિ.સ.) સુરતના સેન્ટ્રલ ઝોનના બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાર રખડતા શ્વાનોએ એક બકરી પર એકસાથે હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી અને તેના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ ફેલાયું છે. રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં નાના બાળકો અને રાહદારીઓ માટે પણ હવે જોખમ ઊભું થયું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બેગમપુરા અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. આ મુદ્દે અનેક વખત સુરત મહાનગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ સવાલ ઉઠાવ્યો છે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્રએ સમયસર પગલાં લેવા જોઈએ.

ઘટના બાદ સ્થાનિકોએ પાલિકા પાસે તાત્કાલિક ડોગ કંટ્રોલ અભિયાન ચલાવી હિંસક શ્વાનોને પકડવાની અને વિસ્તારને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. સાથે જ તેમણે યાદ અપાવ્યું કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માનવ જીવનની સુરક્ષાને સર્વોચ્ચ ગણાવી ખતરનાક અને ગંભીર રીતે બીમાર શ્વાનો અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે હવે તંત્રએ વિલંબ કર્યા વિના અસરકારક પગલાં ભરવા જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande