ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં પડેલા 22 ઈંચથી વધુ વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી
- ખેતરોમાં લીલોતરીના બદલે સુકાઈ ગયેલી મગફળી નજરે પડી રહી છે. ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં પડેલા 22 ઈંચથી વધુ વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. પાણી તો ખેતરોમાંથી ઉતરી ગયું છે, પરંતુ હવે ખેતરોમાં લીલોતરીના બ
ખેતરોમાં લીલોતરીના બદલે સુકાઈ ગયેલી મગફળી નજરે


- ખેતરોમાં લીલોતરીના બદલે સુકાઈ ગયેલી મગફળી નજરે પડી રહી છે.

ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં પડેલા 22 ઈંચથી વધુ વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. પાણી તો ખેતરોમાંથી ઉતરી ગયું છે, પરંતુ હવે ખેતરોમાં લીલોતરીના બદલે સુકાઈ ગયેલી મગફળી નજરે પડી રહી છે. એક મહિનાની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે અને હવે ખેડૂતોને ફરી મોંઘા બિયારણ સાથે વાવણી કરવાની ફરજ પડી છે. અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે.

સુત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામમાં 22 ઈંચ વરસાદ બાદ હજારો વીઘા ખેતીમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ઉતર્યા પછી હવે મગફળીનો પાક સંપૂર્ણ સુકાઈ ગયો છે. એક મહિના પહેલા તૈયાર થયેલો પાક બરબાદ થતાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ માત્ર એક વીઘામાં જ 10 થી 15હજાર રૂપિયા સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે ફરીથી એટલો જ ખર્ચ કરીને નવી વાવણી કરવાની ફરજ પડી રહી છે. ખેડૂતોનો આરોપ છે કે વર્ષોથી પાણીના નિકાલની સમસ્યા હોવા છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી પાણી ભરાવાથી પાક બરબાદ થયો છે. એક વીઘાનો 10 હજાર જેટલો ખર્ચ ગયો છે અને હવે ફરી એટલો જ ખર્ચ કરવો પડશે. અંદાજે 600થી 700 વીઘા વિસ્તારમાં નુકસાન થયું છે. સરકાર યોગ્ય વળતર આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરે

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઝાલા વડોદરા ગામમાં 70થી 80 ટકા ખેડૂતોને નુકસાન થયું છે. હવે મગફળી સિવાય અન્ય કોઈ પાકનો વિકલ્પ ન હોવાથી ફરીથી મગફળીની જ વાવણી કરવી પડશે દર વર્ષે પાણી ભરાય છે છતાં નિકાલ થતો નથી. એક વખતનો ખર્ચ ગયો અને હવે ફરી બિયારણ ખરીદીને વાવણી કરવી પડે છે. બિયારણના ભાવ પણ ખૂબ ઊંચા છે. 700 વીઘામાં નુકસાન થયું છે. સરકાર સર્વે કરીને વળતર આપે.એક તરફ કુદરતી આફત અને બીજી તરફ મોંઘું બિયારણ તથા વધતો ખેતી ખર્ચ... આવી સ્થિતિમાં ખેડૂતો માટે ફરીથી ઉભા થવું મોટો પડકાર બન્યો છે. હવે

ઝાલા વડોદરા ગામમાં જ્યાં નજર કરો ત્યાં સુકાઈ ગયેલી મગફળીના ખેતરો જ જોવા મળે છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદથી થયેલા નુકસાન બાદ હવે તેમની પાસે ફરી વાવણી સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય જાહેર કરે તેવી ખેડૂતોની એક જ માંગ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande