કચ્છની રોગન કલાને વૈશ્વિક ગૌરવ: માધાપરના કલાકાર આશિષ કંસારાને માનદ D.Littથી નવાજાયા
કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : લુપ્ત થતી રોગન કલાના સંવર્ધન, મહિલાઓના સશક્તિકરણ અને નિઃશુલ્ક તાલીમ માટેના યોગદાનને મળ્યું રાષ્ટ્રીય સન્માન.કચ્છની વિશ્વવિખ્યાત રોગન આર્ટને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ મળી છે. ભુજ તાલુકાના માધાપર ગામના જાણીતા રોગન આર્ટ કલાકાર આ
રોગન આર્ટ કળાના કારીગર આશિષ કંસારા


રોગન આર્ટ કળાના કારીગર આશિષ કંસારા


રોગન આર્ટ કળાના કારીગર આશિષ કંસારા


રોગન આર્ટ કળાના કારીગર આશિષ કંસારા


કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) : લુપ્ત થતી રોગન કલાના સંવર્ધન, મહિલાઓના સશક્તિકરણ અને નિઃશુલ્ક તાલીમ માટેના યોગદાનને મળ્યું રાષ્ટ્રીય સન્માન.કચ્છની વિશ્વવિખ્યાત રોગન આર્ટને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ મળી છે. ભુજ તાલુકાના માધાપર ગામના જાણીતા રોગન આર્ટ કલાકાર આશિષ શાંતિલાલ કંસારાને લખનૌ ખાતે યોજાયેલા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના 24મા દીક્ષાંત સમારોહમાં માનદ ડોક્ટર ઓફ લિટરેચર (D.Litt) પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન માત્ર એક કલાકારની સિદ્ધિ નથી, પરંતુ કચ્છની પ્રાચીન લોકકલાને મળેલી રાષ્ટ્રીય ઓળખ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા યુનિવર્સિટીના ચાન્સેલર શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે આશિષ કંસારાને આ પ્રતિષ્ઠિત સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. રોગન આર્ટ જેવી દુર્લભ અને પરંપરાગત ભારતીય કલાને જીવંત રાખવા, તેનું સંવર્ધન કરવા અને નવી પેઢી સુધી પહોંચાડવા માટે વર્ષોથી કરાયેલા તેમના અવિરત પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ માનદ ઉપાધિ એનાયત કરવામાં આવી છે.

આશિષ કંસારા કચ્છના એવા અગ્રણી કલાકારોમાં સ્થાન ધરાવે છે, જેમણે રોગન આર્ટને માત્ર વ્યવસાય પૂરતી મર્યાદિત રાખી નથી, પરંતુ તેને સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણના મિશનમાં ફેરવી દીધી છે. તેઓ આ કલાના અધિકૃત જીઆઈ (GI-718) નોંધણી ધરાવતા કારીગર છે અને દેશ-વિદેશમાં કચ્છની આ અનોખી કળાને નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

રોગન આર્ટ આજે લુપ્ત થવાના આરે પહોંચી ગઈ હોવા છતાં આશિષ કંસારાએ તેને ફરી જીવંત બનાવવાનો સંકલ્પ લીધો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને કળામાં રસ ધરાવતા યુવાનોને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સંપૂર્ણ નિઃશુલ્ક તાલીમ આપીને તેઓ નવા કારીગરો તૈયાર કરી રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે અનેક પરિવારોને રોજગારીની નવી તકો મળી રહી છે અને પરંપરાગત કળા સાથે આર્થિક સશક્તિકરણનો માર્ગ પણ ખુલ્યો છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન આશિષ કંસારાએ જણાવ્યું હતું કે, રોગન આર્ટ જાણનારા કારીગરોની સંખ્યા આજે ખૂબ જ ઓછી રહી ગઈ છે. જો સમયસર નવા કલાકારો તૈયાર નહીં થાય તો આ ઐતિહાસિક કળા ભવિષ્યમાં અસ્તિત્વ ગુમાવી શકે છે. તેથી જ તેઓ વર્ષોથી નિઃશુલ્ક તાલીમ દ્વારા વધુમાં વધુ લોકોને આ કળા શીખવવાનું કાર્ય કરી રહ્યા છે, જેથી કચ્છની આ અમૂલ્ય ધરોહર આગામી પેઢીઓ સુધી સુરક્ષિત રહી શકે.

કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ સન્માનને એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. રોગન આર્ટના કારીગરને માનદ D.Litt પદવી મળવાનો આ સંભવતઃ પ્રથમ પ્રસંગ માનવામાં આવે છે. આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ માત્ર આશિષ કંસારાની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતીય પરંપરાગત હસ્તકલાને મળેલું વિશિષ્ટ સન્માન છે. તેમની આ સિદ્ધિથી કચ્છની કલગીમાં વધુ એક ગૌરવનું મોરપંખ ઉમેરાયું છે અને વિશ્વ સમક્ષ રોગન આર્ટની અનોખી ઓળખ વધુ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande