સેલવાસથી અમદાવાદ જતો રૂ.35.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો
વાપી, 11 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી બગવાડા ટોલનાકા નજીકથી સેલવાસ તરફથી અમદાવાદ જતો એક બંધબોડી આઈશર ટેમ્પો ઝડપી પાડી તેમાં છુપાવીને લઈ જવાતો અંદાજે ₹25.26 લાખનો વિદે
આરોપી આઈસર ટેમ્પો સાથે


વાપી, 11 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી બગવાડા ટોલનાકા નજીકથી સેલવાસ તરફથી અમદાવાદ જતો એક બંધબોડી આઈશર ટેમ્પો ઝડપી પાડી તેમાં છુપાવીને લઈ જવાતો અંદાજે ₹25.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ટેમ્પો, દારૂ અને મોબાઇલ સહિત કુલ ₹35.31 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઈવે-48 પર વોચ ગોઠવી GJ-15-AV-7519 નંબરનો મરૂન રંગનો બંધબોડી આઈશર ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ટેમ્પામાં પ્લાસ્ટિકની ગુણીયોમાં તેમજ તેની બાજુમાં ગોઠવેલા વિદેશી દારૂ અને બિયરના 242 બોક્સ, કુલ 6,264 બાટલી/ટીન (2,521.920 લીટર) મળી આવ્યા હતા. દારૂની કિંમત ₹25,26,480, ટેમ્પોની કિંમત ₹10 લાખ તથા એક મોબાઇલ ફોન સહિત કુલ ₹35,31,480નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ટેમ્પો ચાલક પ્રમોદ શ્રીકૃષ્ણા ગણપત આરોળે (ઉ.વ. 46), રહેવાસી કોકરડા, ફાજલપુર, તા. અંજનગાંવ સુરજી, જી. અમરાવતી (મહારાષ્ટ્ર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર જયેશભાઈ (રહે. સેલવાસ) તેમજ ટેમ્પો પૂરો પાડનાર અન્ય એક અજાણ્યો શખ્સ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી સામે અગાઉ પણ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે એલસીબીના એ.પી.કો. હિતેશભાઈ હમલભાઈની ફરિયાદના આધારે પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પારડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.જી. વસાવા તથા સ્ટાફના રજનીકાંત રમેશભાઈ, હિતેશભાઈ હમલભાઈ અને પરેશકુમાર રઘજીભાઈએ ટીમવર્કથી સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande