ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે મહેસાણામાં રક્તદાન શિબિર યોજાઈ
મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) : ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે મહેસાણા સ્થિત જિલ્લા ભાજપા કાર્યાલય ''શ્રી કમલમ્'' ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર
ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે મહેસાણામાં રક્તદાન શિબિર યોજાઈ


મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) : ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે મહેસાણા સ્થિત જિલ્લા ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાન કરનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને રક્તદાનને સર્વોત્તમ દાન ગણાવી વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે અને સમાજમાં માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે.

શિબિરમાં આરોગ્ય વિભાગ અને બ્લડ બેંકની ટીમ દ્વારા રક્તદાતાઓના આરોગ્યની તપાસ કર્યા બાદ સુરક્ષિત રીતે રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી.

આયોજકોએ જણાવ્યું હતું કે ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મજયંતિને સેવા અને સમર્પણના સંદેશ સાથે ઉજવવાના ભાગરૂપે આ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande