વડનગરમાં વરલી-મટકાના જુગાર પર એલસીબીનો દરોડો, બે ઝડપાયા; એક આરોપી ફરાર
મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ વડનગરમાં વરલી-મટકાના જુગાર પર કાર્યવાહી કરતાં બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12,280નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જુગારનું સંચાલન કરતો મુખ્ય આર
વડનગરમાં વરલી-મટકાના જુગાર પર એલસીબીનો દરોડો, બે ઝડપાયા; એક આરોપી ફરાર


મહેસાણા, 11 જુલાઈ (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ વડનગરમાં વરલી-મટકાના જુગાર પર કાર્યવાહી કરતાં બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 12,280નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે જુગારનું સંચાલન કરતો મુખ્ય આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વડનગર નવા બસ સ્ટેન્ડ સામે મુનીરાજ કોમ્પલેક્ષની સામે આવેલી દરગાહ પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન શૈલેષજી ઇશ્વરજી ઠાકોર અને રમેશજી ખેંગારજી નાથાજી ઠાકોર , બંને રહે. ભાલેસરા ઠાકોરવાસ, વડનગરને વરલી-મટકાનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ. 11,280 રોકડા અને રૂ. 1,000 કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 12,280નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ભુરાભાઈ ઉર્ફે રણજીતજી જયંતીજી ઠાકોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande