મંત્રી અર્જુન મોઢવાડીયા ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વધુ સારી અને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ હોસ્પિટલમ
મંત્રી અર્જુન મોઢવાડીયા ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી.


મંત્રી અર્જુન મોઢવાડીયા ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી.


મંત્રી અર્જુન મોઢવાડીયા ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી.


મંત્રી અર્જુન મોઢવાડીયા ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી.


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વધુ સારી અને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના બેડ સુધી પહોંચી તેમની તબિયત, સારવાર અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગે આત્મીયતાપૂર્વક પૂછપરછ કરી હતી. દર્દીઓ અને તેમના સ્વજનો પાસેથી મળેલા પ્રતિસાદ પણ જાણ્યા હતા.

મંત્રીએ હોસ્પિટલના તત્કાલિત સારવાર કેન્દ્ર, ઓપીડી, ડ્રેસિંગ રૂમ, લેબોરેટરી, બ્લડ બેંક, એક્સ-રે વિભાગ, ડિજિટલ સિસ્ટમ રૂમ, હિમોડાયલિસિસ વિભાગ, ટ્રોમા સેન્ટર સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ઉપલબ્ધ મશીનરી અને આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. નર્સિંગ સ્ટાફ, તબીબો અને અન્ય કર્મચારીઓ સાથે સંવાદ કરી દર્દીઓને વધુ ઝડપી, ગુણવત્તાસભર અને સંવેદનશીલ સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.આ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ લાભાર્થીઓને મળતી આરોગ્ય સેવાઓ અને યોજનાના અમલીકરણની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં આવતો દરેક દર્દી સંતોષ અને વિશ્વાસ સાથે ઘરે પરત ફરે તે દિશામાં સતત પ્રયત્નો થવા જોઈએ.મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ધરમપુર ખાતે નિર્માણાધીન નવી જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલ કાર્યરત થયા બાદ ભાવસિંહજી જનરલ હોસ્પિટલની તમામ સેવાઓ ત્યાં સ્થળાંતરિત કરવામાં આવશે, જેના પરિણામે પોરબંદર જિલ્લાના નાગરિકોને વધુ આધુનિક, વિશાળ અને સર્વસુવિધાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

આ મુલાકાત દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, અગ્રણી રમેશભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande