પ્રથમ વખત પાલેજ ખાતે વુમન કાર રેલી યોજાય
- મહિલા સશક્તિકરણ, આત્મશક્તિ તેમજ માતૃશક્તિ વધારવા થયો પ્રયાસ ભરૂચ, 11 જુલાઈ (હિ.સ.) : ભરૂચના દહેજ સ્થિત રોકવુલ કંપની તરફથી વુમન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 20 જેટલી બહેનોએ કાર ચલાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને વિન
પ્રથમ વખત પાલેજ ખાતે વુમન કાર રેલી યોજાય


પ્રથમ વખત પાલેજ ખાતે વુમન કાર રેલી યોજાય


પ્રથમ વખત પાલેજ ખાતે વુમન કાર રેલી યોજાય


પ્રથમ વખત પાલેજ ખાતે વુમન કાર રેલી યોજાય


- મહિલા સશક્તિકરણ, આત્મશક્તિ તેમજ માતૃશક્તિ વધારવા થયો પ્રયાસ

ભરૂચ, 11 જુલાઈ (હિ.સ.) : ભરૂચના દહેજ સ્થિત રોકવુલ કંપની તરફથી વુમન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 20 જેટલી બહેનોએ કાર ચલાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીને વિનય પ્રતાપસિંહ રોકવુલ બિઝનેસ યુનિટ ડાયરેક્ટર,મહિલા પીઆઈ ગોહિલ, ડોક્ટર પલક કાપડિયા એડવોકેટ રીનાબેન દ્વારા લીલી જંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી, કાર રેલી ભરૂચથી નીકળીને પાલેજ ટાઉનમાં ખાતે આવી પહોંચી હતી. પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શબ્બીર પઠાણ તથા રોકવુલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરફથી મહિલા સશક્તિકરણ અને એમના હક્કો વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

આ રેલીમાં મોમ્સ ઓફ ભરૂચ 50 જેટલા બહેનોએ ભાગ લીધો હતો તથા રોકવુલ કંપનીના અધિકારીઓ પણ જોડાયા હતા. કાર રેલીનું વડોદરા સ્થિત એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં 200 જેટલા બહેનો ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણ અને એમના હક વિશે જાગૃતતા ફેલાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande