વેસુ VIP રોડ પર બાંધકામ સાઇટની સુરક્ષા દિવાલ ધરાશાયી, પાલિકાએ બિલ્ડર સામે કડક કાર્યવાહી કરી
સુરત, 11 જુલાઈ (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં VIP રોડ પર ચાલી રહેલા એક હાઇરાઇઝ પ્રોજેક્ટ દરમિયાન સુરક્ષા માટે બનાવવામાં આવેલી ડી-વોલ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુપ્રિયા હાઇટ્સ નજીક બનેલી આ ઘટનામાં સતત વરસાદ વચ્ચે પણ ઊંડું
Surat


સુરત, 11 જુલાઈ (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં VIP રોડ પર ચાલી રહેલા એક હાઇરાઇઝ પ્રોજેક્ટ દરમિયાન સુરક્ષા માટે બનાવવામાં આવેલી ડી-વોલ અચાનક તૂટી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુપ્રિયા હાઇટ્સ નજીક બનેલી આ ઘટનામાં સતત વરસાદ વચ્ચે પણ ઊંડું ખોદકામ ચાલુ રાખવામાં આવતું હોવાથી બિલ્ડરની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસની ઇમારતોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મુજબ, પ્રોજેક્ટના બેઝમેન્ટ માટે ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે જમીન નરમ બનતાં સાઇટને ટેકો આપતી ડી-વોલ અચાનક ધસી પડી હતી. ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક, કન્સ્ટ્રક્શન અને ટેક્નિકલ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આસપાસની ઇમારતોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રાથમિક તપાસ બાદ પાલિકાએ બિલ્ડર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસા દરમિયાન જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કર્યા વિના જોખમી રીતે કામ ચાલુ રાખવાના આરોપસર રૂપિયા 4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત, સ્થળ સંપૂર્ણ સુરક્ષિત ન બને ત્યાં સુધી બાંધકામનું કામ બંધ રાખવા માટે નોટિસ પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande