



પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ બિલેશ્વર ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નરેન્દ્ર અરસીભાઈ ગોજિયાના મંગલમ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ આત્મા (ATMA) યોજના હેઠળ ચાલુ વર્ષે એલાઇડ શાકભાજીના બિયારણનો લાભ મેળવનાર તેમજ ગાય સહાય યોજનાના લાભાર્થી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો, વિવિધ સરકારી યોજનાઓથી મળેલા લાભો તથા ખેતીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી.
જિલ્લા કલેક્ટરએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતોને આ પદ્ધતિ સાથે જોડાવા માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. ઉપરાંત, સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ પ્રાકૃતિક ખેતીને વધુ સશક્ત અને ટકાઉ બનાવવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya