વારાહી પોલીસે બામરોલી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના વારાહી પોલીસે બામરોલી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને સગત માતાજીના મંદિર નજીક તળાવ પાસે બાવળની ઝાડીમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક કા
વારાહી પોલીસે બામરોલી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા


પાટણ, 11 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના વારાહી પોલીસે બામરોલી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને સગત માતાજીના મંદિર નજીક તળાવ પાસે બાવળની ઝાડીમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પોલીસે વાઘાજી જીવાભાઈ મલેક, દેલાવરખાન મુસ્તુફાખાન મલેક અને વલીહમદભાઈ હબીબભાઈ સીપાઈ (રહે. બામરોલી, તા. સાંતલપુર, જિ. પાટણ)ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી જુગારમાં ઉપયોગમાં લેવાયેલા ગંજીપત્તા તેમજ રોકડ મળી કુલ રૂ. 3,16,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વારાહી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત જાહેર જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જાહેરમાં જુગાર રમનાર તત્વો સામે પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande