પોરબંદર ખાતે સિનિયર મહિલા ક્રિકેટ ટીમનુ સિલેક્શન પૂર્ણ
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની આગામી મહિલા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પોરબંદર જિલ્લા સિનિયર મહિલા ક્રિકેટ ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પોરબંદર ડ
પોરબંદર ખાતે સિનિયર મહિલા ક્રિકેટ ટીમનુ સિલેક્શન પૂર્ણ


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની આગામી મહિલા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પોરબંદર જિલ્લા સિનિયર મહિલા ક્રિકેટ ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ પવનભાઈ શિયાળ તથા સેક્રેટરી હિતેશ સોનેરીના જણાવ્યા અનુસાર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સિલેક્શનમાં પોરબંદર, ગીર-સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પૂજા મોઢવાડીયા (કેપ્ટન), ઉમેશ્વરી જેઠવા (વિકેટકીપર/વાઇસ કેપ્ટન), નિત્યા પંચાલ, મોનિકા વિરાણી, મનિષા ગઢિયા, નિધિ પરિયા, રિદ્ધિ કડછા , મેઘા તન્ના, રીના રાઠોડ, લીપી વાણીયા , ઋતુ સાવલિયા, હેતલ રાઠોડ, શ્રદ્ધા બાપોદરા, સાક્ષી રાવત, શ્રદ્ધા મોતીવરસ, મહેક પીઠિયા અને કાવ્યા દયાતરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેન્ડ બાય તરીકે જાનવી ઓડેદરા,પ્રીસા વૈષ્ણવ, વિધિ બોરડ અને નીવા બાલુરાડિયાના નામ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ પસંદગી પામેલી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande