જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી મંત્રીશએ લોકો સાથે રૂબરૂ સંવાદ કરી સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરી
જૂનાગઢ, 11 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમત ગમત વિભાગના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરી ગ્રામ્ય મિટિંગમાં સરકારના વિકાસના આયોજનની રૂપરેખા આપી
જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં


જૂનાગઢ, 11 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય યુવા બાબતો અને રમત ગમત વિભાગના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ જૂનાગઢ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરી ગ્રામ્ય મિટિંગમાં સરકારના વિકાસના આયોજનની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કેશોદ, વંથલી, કોયલી, અજાબ, ધંધુસર ગામમાં જન સભા કરી હતી. તેમજ કેશોદ ખાતે વેપારી એસોસિએશન સાથે બેઠક કરી હતી.

મંત્રીએ કેશોદમાં એરપોર્ટના નવીનીકરણ ઉપર આ મુલાકાત દરમિયાન ખાસ ભાર મૂક્યો હતો. કેશોદ એરપોર્ટના નવીનીકરણથી ઔદ્યોગિક દ્રષ્ટિએ આ વિસ્તારને વેગ મળશે.

મંત્રીએ ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક કામો અને સ્થાનિક પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. વિકાસમાં જન ભાગીદારી અને સામૂહિક સામાજિક સેવા વિકાસના કામો અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ સમારોહ દરમિયાન ધારાસભ્ય દેવા માલમ, ધારાસભ્ય અરવિંદ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચઓ, જૂનાગઢ જિલ્લા અને તાલુકાના વિવિધ મહામંત્રીઓ, લાભાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો, વિવિધ વિભાગોના અધિકારીગણ, કર્મચારીગણ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande