પોરબંદરમાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા સ્તરે નશાબંધી અમલીકરણ સમિતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત નશાબંધી અંગે અત્યાર સુધી હાથ ધરાયેલા જનજા
પોરબંદરમાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ.


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા સ્તરે નશાબંધી અમલીકરણ સમિતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત નશાબંધી અંગે અત્યાર સુધી હાથ ધરાયેલા જનજાગૃતિ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી અને આગામી સમયમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી વધુ અસરકારક પ્રચાર-પ્રસાર કાર્યક્રમો યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના બિનસરકારી સભ્યોના સૂચનોને ધ્યાનમાં રાખી નશાબંધીના અમલીકરણને વધુ મજબૂત બનાવવા માટે આયોજન કરવાની ચર્ચા થઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રોહિબિશન તથા એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી.

સાથે જ સભ્યોને પોતાના વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના માદક પદાર્થોનો ગેરકાયદે ઉપયોગ કે વેચાણ થતું જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી હતી, જેથી સંબંધિત વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક (હેડક્વાર્ટર), જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના બિનસરકારી સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં નશાબંધીને વધુ અસરકારક બનાવવા અને સમાજમાં માદક પદાર્થોના દૂષણ સામે જનજાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande