સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે ચુકાદો આપ્યો ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા
- 2010 પહેલા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ ગાંધીનગર, 11 જુલાઇ (હિ.સ.) : દેશભરના શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટ
teachers from across the state reach Gandhinagar


- 2010 પહેલા શિક્ષકોને પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ

ગાંધીનગર, 11 જુલાઇ (હિ.સ.) : દેશભરના શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે.

જેના વિરોધમાં ગુજરાત સહિત દેશભમાં શિક્ષકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને 2010 પહેલાના જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે તેઓને આ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ કરી રહ્યા છે.

ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી ધરણ કર્યા હતા. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારતા માગ કરી છે કે, જો અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હીમાં આંદોલન કરાશે.સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ શિક્ષકોમાં નારાજગી ફેલાઈ છે અને તેના વિરોધમાં આ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા છે. શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની માંગ કરી હતી.

શિક્ષકોની મુખ્ય માંગણીઓમાં વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા તમામ અનુભવી શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની માંગનો સમાવેશ થાય છે.

ઉપરાંત, 1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ધોરણ 6 થી 8ના શિક્ષકોને તેમની કામગીરી અને જવાબદારીને અનુરૂપ અલગ તથા વધુ ગ્રેડ પે આપવામાં આવે તેમજ HTAT આચાર્યોને સોંપવામાં આવેલા વધારાના શાળાના ચાર્જનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તેમની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડે તો આ લડતને દિલ્હી સુધી લઈ જવામાં આવશે તેવી ચીમકી પણ શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande