પાટણ રોટરી ક્લબના 108 સભ્યોનું ‘ઉમંગ પુરસ્કાર’થી સન્માન
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણ રોટરી ક્લબ દ્વારા વર્ષ 2023-24ના કાર્યકાળની સેવાકીય કામગીરીને બિરદાવવા માટે ‘ઉમંગ પુરસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ક્લબના કુલ 108 સભ્યોને તેમની કામગીરીના આધારે વિવિધ કેટેગરીમાં એવોર્ડ
પાટણ રોટરી ક્લબના 108 સભ્યોનું ‘ઉમંગ પુરસ્કાર’થી સન્માન


પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણ રોટરી ક્લબ દ્વારા વર્ષ 2023-24ના કાર્યકાળની સેવાકીય કામગીરીને બિરદાવવા માટે ‘ઉમંગ પુરસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ક્લબના કુલ 108 સભ્યોને તેમની કામગીરીના આધારે વિવિધ કેટેગરીમાં એવોર્ડ અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડાયનેમિક ફાઉન્ડેશનના બી.કે. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ખાસ કરીને એવા સભ્યોને પણ સન્માનિત કરવામાં આવ્યા, જેમણે વ્યસ્ત સમયપત્રક હોવા છતાં રોટરી ક્લબની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત સમર્પણ સાથે યોગદાન આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવી સમાજસેવાના કાર્યોને વધુ વેગ આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમના અંતે રોટરી ક્લબના પ્રમુખ રો. ઝુઝારસિંહ સોઢા અને સેક્રેટરી વિનોદ સુથારે વર્ષ 2023-24 દરમિયાન ક્લબની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સભ્યો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande