પાવીજેતપુર તાલુકામાં ટીડી રસીકરણ અભિયાનનો પ્રારંભ; ધોરણ-૧૦ અને ૫ ના ૨૯૧૯ જેટલા વિદ્યાર્થીઓને અપાસે રસી
છોટાઉદેપુર , 12 જુલાઈ (હિ.સ.) પાવીજેતપુર તાલુકાની શાળાઓમાં ટીડી રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યુ છે. જેના ભાગ રૂપે ધોરણ-૧૦ અને ૫ ના ૨૯૧૯ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વાર
વિદ્યાર્થીઓ


વિદ્યાર્થીઓ


વિદ્યાર્થીઓ


છોટાઉદેપુર , 12 જુલાઈ (હિ.સ.)

પાવીજેતપુર તાલુકાની શાળાઓમાં ટીડી રસીકરણ અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યુ છે. જેના ભાગ રૂપે ધોરણ-૧૦ અને ૫ ના ૨૯૧૯ જેટલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં ટિટેનસ અને ડિફ્થેરિયા જેવા રોગો સામે બાળકોને સુરક્ષિત રાખવા માટે ચાલી રહેલા ટીડી (TD) રસીકરણ અભિયાન અંતર્ગત પાવીજેતપુર તાલુકામાં શાળા આધારિત રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અભિયાન હેઠળ RBSK ટીમ તથા ચુડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના CHO અને આરોગ્ય સ્ટાફે ભેંસાવહી હાઈસ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા અંદાજે ૧૬૫ વિદ્યાર્થીઓને ટીડી રસી આપી હતી.

તેમજ પાવીજેતપુર તાલુકામાં ધોરણ-૫માં કુલ ૧,૬૯૯ અને ધોરણ-૧૦માં કુલ ૧,૨૨૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં તબક્કાવાર રસીકરણ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ બાળકોને ૫ વર્ષની ઉંમરે DPTનો બીજો બૂસ્ટર ડોઝ તેમજ ૧૦ અને ૧૬-૧૭ વર્ષની વયે ટીડી રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. શાળા આધારિત રસીકરણથી વધુમાં વધુ બાળકોને આવરી લઈ ટિટેનસ અને ડિફ્થેરિયા જેવા ગંભીર રોગો સામે અસરકારક રક્ષણ પૂરું પાડી શકાય છે. અભિયાનને સફળ બનાવવા શિક્ષણ વિભાગ, શાળાના આચાર્ય ડી.સી. કોલી ,શિક્ષકો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સંયુક્ત રીતે કામગીરી કરી હતી. આગામી દિવસોમાં તાલુકાની તમામ શાળાઓમાં નિયત વયજૂથના વિદ્યાર્થીઓને ટીડી રસી આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કુલ માં ટીડી રસીકરણ કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande