પાવીજેતપુરમાં - પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના નિધન નિમિત્તે શોકસભા યોજાઈ, મોટી સંખ્યામાં નાગરિકોએ આપી શ્રદ્ધાંજલિ
છોટાઉદેપુર , 12 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા પાવીજેતપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ છોટુભાઈ રાઠવાના નિધન નિમિત્તે શુક્રવારે સાંજે પાવીજેતપુરની શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ભાવપૂર્ણ શોકસભાનું આયોજન ક
શોક સભા


શોક સભા


શોક સભા


શોક સભા


છોટાઉદેપુર , 12 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા પાવીજેતપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મોહનસિંહભાઈ છોટુભાઈ રાઠવાના નિધન નિમિત્તે શુક્રવારે સાંજે પાવીજેતપુરની શ્રીમતી વી.આર. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ભાવપૂર્ણ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાવીજેતપુર ગ્રામ પંચાયત, પાવીજેતપુર વેપારી મંડળ, પાવીજેતપુર કેળવણી મંડળ તથા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પાવીજેતપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શોકસભામાં મોટી સંખ્યામાં વેપારીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વ. મોહનસિંહભાઈ રાઠવાના તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શોકસભામાં ઉપસ્થિત આગેવાનોએ સ્વ. મોહનસિંહભાઈ રાઠવાના જાહેર જીવન, લોકસેવા, આદિવાસી સમાજના વિકાસ માટે આપેલા યોગદાન અને તેમના રાજકીય તથા સામાજિક કાર્યને યાદ કરી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શોકસભાના અંતે સ્વ. મોહનસિંહભાઈ રાઠવાના મોટા પુત્ર રણજીતસિંહ રાઠવાએ, ઉપસ્થિત સૌ આગેવાનો, વેપારીઓ, નાગરિકો તથા વિવિધ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગમગીન વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande