




- મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની
ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી
- વરસાદમાં સેવાધારી ટ્રાફિકના યોદ્ધાઓ, 108 ઇમરજન્સી ટીમ,મીડિયા કર્મીઓ વોરિયર્સનું સન્માન કર્યું
ભરૂચ 12 જુલાઈ (હિ.સ.) : સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવના સુંદર પ્રયાસરૂપે, માતો શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં એક વિશેષ રેઈનકોટ વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને લોકોને સન્માન અને સુરક્ષા આપવાના ઉદ્દેશ્ય સાથે આ સેવાયજ્ઞ અંતર્ગત જરૂરિયાતમંદોને અંદાજે 400 જેટલા રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં વરસાદમાં પણ અવિરત સેવા આપતા ટ્રાફિકના યોદ્ધાઓ, 108 ઇમરજન્સી ટીમ, મીડિયા કર્મીઓ તથા નગરને પ્રાથમિક આવશ્યક સેવા આપનાર વોરિયર્સને સન્માન અને સુરક્ષા આપવા માતો શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેઈનકોટ વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. સેવાકાર્યમાં ટ્રસ્ટ દ્વારા 400 જેટલાં રેઇનકોટ વિતરણ કર્યા હતા.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ ટી. પટેલ તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ ટ્રસ્ટની આ પ્રવૃત્તિને બિરદાવી કાર્યક્રમની શોભા વધારી હતી.કાર્યક્રમના અંતે, સેવાયજ્ઞ, સંવેદના અને સામાજિક ઉત્તરદાયિત્વના આ ઉમદા કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બનેલા તમામ મહાનુભાવો, સ્વયંસેવકો અને સહયોગીઓનો ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ