

વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં અકસ્માતોની શ્રેણી યથાવત જોવા મળી રહી છે. શહેરના અટલાદરા-પાદરા રોડ પર MCD સામે અકસ્માત સર્જાતા, થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
વડોદરા શહેરના અટલાદરા-પાદરા રોડ પર MCD સામે, અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.
અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કેટલા વાહનો સામેલ હતા તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. તેમજ કોઈ જાનહાનિ કે ઇજાની સત્તાવાર માહિતી પણ પ્રાપ્ત થઈ નથી.
ઘટનાની જાણ થતાં, સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને પૂર્વવત કરવા તેમજ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
અટલાદરા-પાદરા રોડ શહેરના વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી અહીં વાહનચાલકોએ, સાવચેતીપૂર્વક વાહન ચલાવવું જરૂરી બની ગયું છે. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ