ભરૂચ અંક્લેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન શિબિર ,ભૂખ્યાને ભોજન અને વૃક્ષારોપણ કરાયું
અંકલેશ્વરમાં કુમારપાળ બ્લડ બેંક દ્વારા 100 બોટલ રક્ત એકત્ર કરાયું હતું અંકલેશ્વર અને ભરૂચમાં મંગલમ પરિવારના માધ્યમથી ભૂખ્યા અને વડીલોને અન્નદાન કરાવવામાં આવ્યું ઘણા ગામોમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન અને પોષણ કર્યું હતું ભરૂચ 12 જુલાઈ (હિ.સ
ભરૂચ અંક્લેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન શિબિર ,ભૂખ્યાને ભોજન અને વૃક્ષારોપણ કરાયું


ભરૂચ અંક્લેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન શિબિર ,ભૂખ્યાને ભોજન અને વૃક્ષારોપણ કરાયું


ભરૂચ અંક્લેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન શિબિર ,ભૂખ્યાને ભોજન અને વૃક્ષારોપણ કરાયું


ભરૂચ અંક્લેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન શિબિર ,ભૂખ્યાને ભોજન અને વૃક્ષારોપણ કરાયું


ભરૂચ અંક્લેશ્વરમાં નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન શિબિર ,ભૂખ્યાને ભોજન અને વૃક્ષારોપણ કરાયું


અંકલેશ્વરમાં કુમારપાળ બ્લડ બેંક દ્વારા 100 બોટલ રક્ત એકત્ર કરાયું હતું

અંકલેશ્વર અને ભરૂચમાં મંગલમ પરિવારના માધ્યમથી ભૂખ્યા અને વડીલોને અન્નદાન કરાવવામાં આવ્યું

ઘણા ગામોમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન અને પોષણ કર્યું હતું

ભરૂચ 12 જુલાઈ (હિ.સ.)

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ તેમના 61 મા જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 75 થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા પાટણ લેઉઆ પાટીદાર સમાજ જીઆઇડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્રસેવામાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરત પટેલ, ટ્રસ્ટી હિમંત શેલડીયા, પંકજ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલ વેકરીયા અને ટીમ, અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજીત્રા ટીમ ઉપરાંત જિલ્લા ખોડલધામ પરિવારના સૈનિકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સાથોસાથ સરદાર પટેલ સમાજ અંકલેશ્વરના પુર્વ પ્રમુખ હસમુખ દુધાત, પાટણ લેઉઆ પાટીદાર સમાજના આગેવાન રમેશ પટેલ ડાયનેમિક ગ્રૂપ અને સમાજના ભાઈઓ બહેનો યુવાઓ સમાજના ઉધોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 26 વર્ષથી નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે.

રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રકતદાન કર્યુ હતું. આ ઉપરાંત અંકલેશ્વરના મંગલમ્ પરિવાર દ્વારા ભરૂચ વડિલો ના ઘર કસક ખાતે વડીલો ને ભોજન સેવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ ભરત પટેલ, જયશીલ પટેલ સહ કન્વીનર નીતિનભાઈ સાવલિયા, પ્રવદીશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ભરૂચ ઝાડેશ્વર ના શૈલાબેન પટેલ, ભરૂચ શહેર મહિલા સમિતિના ઉર્મીબેન વાનાણી ઉપસ્થિત રહ્યા હતા તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભુખ્યાને ભોજન સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત મધ્યપ્રદેશના તિલગારા, ઝારખેડા તથા મુંબઈ, બેંગલોર ખાતે નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande