કુંડલી રેલવે સ્ટેશન પર, આધુનિક ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ (AFDAS)નું સફળ કમિશનિંગ
ભાવનગર 12 જુલાઈ (હિ.સ.) ભાવનગર યાત્રિયોની સુરક્ષા તથા રેલવે સંપત્તિઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્
કુંડલી રેલવે સ્ટેશન પર, આધુનિક ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ (AFDAS)નું સફળ કમિશનિંગ


ભાવનગર 12 જુલાઈ (હિ.સ.) ભાવનગર યાત્રિયોની સુરક્ષા તથા રેલવે સંપત્તિઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન તથા વરિષ્ઠ મંડળ દૂરસંચાર અને સિગ્નલ ઇજનેર (Sr. DSTE) એચ. એસ. આર્યાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ કુંડલી સ્ટેશન પર ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ (AFDAS)નું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરીને તેને કમિશન કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ કુંડલી રેલવે સ્ટેશન પર 10 જુલાઈના રોજ AFDAS સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ અદ્યતન સિસ્ટમ આગ અથવા ધુમાડાની પ્રારંભિક સ્થિતિમાં જ તેની આપમેળે ઓળખ કરીને તરત જ એલાર્મ સક્રિય કરે છે, જેથી સમયસર જરૂરી સુરક્ષા અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરી શકાય.

આ આધુનિક સિસ્ટમમાં સ્મોક ડિટેક્ટર, હીટ ડિટેક્ટર, ફ્લેમ ડિટેક્ટર, ગેસ સેન્સર, મેન્યુઅલ કોલ પોઇન્ટ, મોનિટર મોડ્યુલ, ઇનપુટ-આઉટપુટ મોડ્યુલ, લૂપ સાઉન્ડર તેમજ પાવર સપ્લાય યુનિટ જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપકરણોની મદદથી કોઈપણ સંભવિત અગ્નિ દુર્ઘટનાની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ કરીને તાત્કાલિક ચેતવણી આપી શકાશે.

AFDAS સિસ્ટમ સ્થાપિત થતાં રેલવે પરિસરોમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનશે. આપાતકાલીન પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત થવા ઉપરાંત મુસાફરો, રેલવે કર્મચારીઓ અને રેલવે સંપત્તિઓની સુરક્ષાને વધુ મજબૂતી મળશે. આ સિસ્ટમ સુરક્ષિત, સંરક્ષિત અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ભાવનગર મંડળ આધુનિક ટેક્નોલોજીના સમન્વય દ્વારા રેલવે સ્ટેશનો પર વિશ્વસનીય અને અદ્યતન સુરક્ષા વ્યવસ્થા વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ચૂડા (7 જુલાઈ) અને રાણપુર (8 જુલાઈ) રેલવે સ્ટેશનો સાથે 10 જુલાઈ ના રોજ કુંડલી સ્ટેશન પર AFDAS સિસ્ટમનું સફળ કમિશનિંગ પશ્ચિમ રેલવેની સુરક્ષિત, આધુનિક અને મુસાફર-કેન્દ્રિત રેલ સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande