મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવીજેતપુરમાં સ્વ. મોહનસિંહ રાઠવાના પરિવારને આપી સાંત્વના
છોટાઉદેપુર, 12 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે પાવીજેતપુર ખાતે એમ.સી. રાઠવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના અવસાન નિમિત્તે તેમના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો અને સાંત્વના
મુખ્યમંત્રી


મુખ્યમંત્રી


મુખ્યમંત્રી


છોટાઉદેપુર, 12 જુલાઈ (હિ.સ.) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે પાવીજેતપુર ખાતે એમ.સી. રાઠવા કોલેજ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના અવસાન નિમિત્તે તેમના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો અને સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રીએ સ્વ. મોહનસિંહ રાઠવાના પુત્ર તથા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત પરિવારજનોને મળીને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સ્વ. મોહનસિંહ રાઠવાના જાહેરજીવન અને રાજ્ય માટેના યોગદાનને યાદ કરીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીના આગમનને પગલે એમ.સી. રાઠવા કોલેજ તથા આસપાસના વિસ્તારમાં જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીની મુલાકાત શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ તેઓ અન્ય કાર્યક્રમ માટે રવાના થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande