સોશિયલ મીડિયા વિવાદ બાદ કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ સામે સુરતમાં ગુનો નોંધાયો
સુરત, 12 જુલાઈ (હિ.સ.) : સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એક વખત કાનૂની વિવાદમાં સપડાઈ છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ફરિયાદના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ
Surat


સુરત, 12 જુલાઈ (હિ.સ.) : સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એક વખત કાનૂની વિવાદમાં સપડાઈ છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ફરિયાદના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભાવનગરના બોરડા ગામના વેપારી તથા સરપંચના પતિ રાજુ ભમ્મરે સોશિયલ મીડિયા મારફતે બદનક્ષી, ધમકી અને અપમાનજનક સામગ્રી પ્રસારિત કર્યાનો આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે વોટ્સએપ કોલ દરમિયાન ફરિયાદી અને તેમના પરિવાર વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ ગંભીર અને ખોટા આક્ષેપો કરીને ધમકી આપી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર અનેક વીડિયો અને રીલ્સ શેર કરીને પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. બીજી તરફ, પુણા પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેણે પોતાના વિરુદ્ધના કેસોને ખોટા ગણાવી જાહેરમાં પડકારજનક નિવેદનો આપ્યા હતા.

રાજુ ભમ્મરે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે તેઓ અગાઉ આશરે 21 મહિના સુધી નયના બારૈયા સાથે લિવ-ઇન સંબંધમાં રહ્યા હતા. સંબંધ સમાપ્ત થયા બાદ નયનાની ઉશ્કેરણીના કારણે કીર્તિ પટેલે તેમના પરિવારને નિશાન બનાવી સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં એ પણ જણાવાયું છે કે નયના બારૈયાએ કીર્તિ પટેલ દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરીને તેને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સમગ્ર મામલે પુણા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) તેમજ માહિતી પ્રૌદ્યોગિકી (IT) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર. એચ. મોરીને સોંપવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોની કાયદેસરની તપાસ કરવામાં આવશે અને તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande