
ગીર સોમનાથ, 12 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લો દરીયાઇ હદ વિસ્તાર ધરાવતો હોય અને દરિયાઇ માર્ગેથી આંતકવાદી પ્રવૃતી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા કોસ્ટલ વિસ્તારમા સતત અને સઘન પેટ્રોલીંગ રાખવા રાજેન્દ્રસિંહ ચુડાસમા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ તથા જયદીપસિંહ જાડેજા, પોલીસ અધિક્ષક (ગીર સોમનાથ) એ સુચના કરેલ હોય, આ સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા SOG પો.સ્ટાફ તથા પ્ર.પાટણ પો.સ્ટાફ સાથે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. આ દરમિયાન નવાપરા ડારી ગામના દરિયા કિનારે બિનવારસુ હાલતમા એક કન્ટેનર દરિયામાંથી તણાઇને આવેલ હોય જે ચેક કરતા કન્ટેનર લોખંડના પતરાવાળુ સફેદ કલરનું તુટેલી હાલતમા ખાલી કન્ટેનર હોય જે આગળ પાછળ ખુલ્લી હાલતમા હોય અને કન્ટેનરની આજુબાજુમાં તેના અન્ય ભાગો વિખરાયેલ હાલતમા હોય તેમાથી કોઇ ગેરકાયદેસર ચીજવસ્તુ મળી આવેલ ન હોય જે બાબતે કોસ્ટગાર્ડ તથા ક્સ્ટમ વિભાગ તથા મામલતદારને જાણ કરી આગળની વધુ તપાસ પ્ર.પાટણ પો.સ્ટે. ખાતેથી કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ