વડોદરામાં જળ સંરક્ષણની અનોખી પહેલ: શ્યામલ પાર્ક સોસાયટીમાં, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વરસાદના પાણીનો સદુપયોગ કરી ભૂગર્ભ જળસ્તર વધારવાના ઉદ્દેશ સાથે વડોદરામાં એક મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈન્દુ ફાઉન્ડેશન અને એમી લાઇફસાયન્સના સંયુક્ત ઉપક્રમે ભાયલી રોડ સ્થિત શ્યામલ પાર્ક કો-ઓપરે
જળ બચાવો


જળ બચાવો


વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વરસાદના પાણીનો સદુપયોગ કરી ભૂગર્ભ જળસ્તર વધારવાના ઉદ્દેશ સાથે વડોદરામાં એક મહત્વપૂર્ણ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈન્દુ ફાઉન્ડેશન અને એમી લાઇફસાયન્સના સંયુક્ત ઉપક્રમે ભાયલી રોડ સ્થિત શ્યામલ પાર્ક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો.

વડોદરા શહેરમાં જળ સંરક્ષણને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ હેઠળ, ઈન્દુ ફાઉન્ડેશન અને એમી લાઇફસાયન્સ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.

ભાયલી રોડ પર આવેલી શ્યામલ પાર્ક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ડૉ. વિજય શાહના વરદ હસ્તે, સોસાયટીના સાત ટાવરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રોજેક્ટ દ્વારા વરસાદી પાણીનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ કરી તેને જમીનમાં ઉતારવામાં આવશે, જેના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે અને પાણીના કુદરતી સ્ત્રોતોને પુનર્જીવિત કરવામાં મદદ મળશે.

આ પહેલથી સોસાયટીના 500થી વધુ પરિવારોને સીધો લાભ મળશે. સાથે જ પાણીના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના મજબૂત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ જણાવ્યું હતું કે વરસાદનું દરેક ટીપું બચાવવું એ આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વધુમાં પાણી બચાવવા અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી વ્યવસ્થાઓને વધુમાં વધુ અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

'જળ બચાવો... પ્રકૃતિ બચાવો... ભવિષ્ય બચાવો'ના સંદેશ સાથે શરૂ થયેલી આ પહેલ વડોદરા માટે પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક પ્રેરણાદાયી પગલું બની છે. જો આવી પહેલ વધુ સોસાયટીઓ અને સંસ્થાઓ અપનાવે તો પાણીની અછત સામે લાંબા ગાળાનો અસરકારક ઉકેલ મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande