ઉધનાની બાંધકામ સાઇટ પર શ્રમિકનું દુર્ઘટનામાં મોત, પરિવારનો વળતર અને કાર્યવાહી સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
સુરત, 12 જુલાઈ (હિ.સ.) : ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની નિર્માણાધીન ઇમારતમાં કામ દરમિયાન ઝાલોદના ખરવાણી ગામના રહેવાસી મનિયાભાઈ ધીરાભાઈ ડામોર પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Surat


સુરત, 12 જુલાઈ (હિ.સ.) : ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની નિર્માણાધીન ઇમારતમાં કામ દરમિયાન ઝાલોદના ખરવાણી ગામના રહેવાસી મનિયાભાઈ ધીરાભાઈ ડામોર પાંચમા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર પહેલાં જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાએ શ્રમિકોમાં અને પરિવારજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે.

પરિવારનો આક્ષેપ છે કે ઊંચાઈ પર કામ કરાવતાં છતાં કોન્ટ્રાક્ટરે શ્રમિકોને સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ અને સેફ્ટી નેટ જેવી જરૂરી સુરક્ષા સુવિધાઓ પૂરી પાડી નહોતી. તેમના જણાવ્યા મુજબ, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત તો આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી. પરિવારે જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી અને યોગ્ય આર્થિક વળતરની માંગ કરી છે.

સામાજિક આગેવાનોના જણાવ્યા અનુસાર, બાંધકામ સાઇટ પર મંજૂરી કરતાં વધુ માળનું કામ ચાલી રહ્યું હોવાનો પણ આક્ષેપ છે. મૃતકના પરિવારજનોએ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર અને મકાન માલિક સામે કડક કાર્યવાહી તથા વળતર જાહેર ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો અને પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે. સાથે જ ન્યાય ન મળે તો વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande