પાટણમાં 144મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ સંપન્ન
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણના જગન્નાથજી મંદિરમાં 144મી રથયાત્રા પૂર્વે પરંપરાગત નેત્રોત્સવ વિધિ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી. 14 દિવસથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચક્ષુ પર બાંધેલા રેશમી પાટા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અન
પાટણમાં 144મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ સંપન્ન


પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણના જગન્નાથજી મંદિરમાં 144મી રથયાત્રા પૂર્વે પરંપરાગત નેત્રોત્સવ વિધિ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી. 14 દિવસથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચક્ષુ પર બાંધેલા રેશમી પાટા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ અનુસાર ખોલવામાં આવ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

નેત્રોત્સવ બાદ ભગવાનનો વિવિધ પવિત્ર દ્રવ્યો વડે મહાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાઆરતી યોજાઈ અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ શહેરના અનેક શ્રદ્ધાળુઓ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ શાંતિ, સુખ-સમૃદ્ધિ તથા સર્વકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, આગામી 16 જુલાઈએ પાટણમાં ભગવાન જગન્નાથજીની 144મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. તેમણે શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકોને રથયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande