
અમરેલી, 12 જુલાઈ (હિ.સ.) : લાઠી-બાબરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી સ્થિત પોતાના કાર્યાલય ખાતે મતવિસ્તારના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન વિવિધ ગામોમાંથી આવેલા કાર્યકર્તાઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો, વિકાસલક્ષી માંગણીઓ તેમજ લોકોની સમસ્યાઓ અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆતો કરી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જનકભાઈ એ તમામ કાર્યકર્તાઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય અને સમયસર નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવો એ જનપ્રતિનિધિ તરીકે પોતાની પ્રથમ જવાબદારી છે. રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓએ લોકો સાથે સતત સંપર્કમાં રહેવાની અપીલ પણ કરી હતી.
બેઠક દરમિયાન વિકાસકાર્યોની સમીક્ષા, આગામી આયોજન તેમજ વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ પણ પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. સૌના સહયોગથી મતવિસ્તારના વિકાસને વધુ ગતિ આપવા અને લોકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે તેવી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ ખાતરી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai