
મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) સહકાર સપ્તાહ-2026ની ઉજવણીના ભાગરૂપે APMC ઊંઝા દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
સહકારથી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો હેતુ બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારવાની સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને વિનામૂલ્યે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
APMC ઊંઝા દ્વારા જણાવાયું હતું કે, વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ બચાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવાની સામૂહિક જવાબદારી છે. ચાલો સહકારથી વૃક્ષ લગાવીએ, હરિયાળું અને ઉજ્જવળ ભવિષ્ય બનાવીએના સંકલ્પ સાથે આ પહેલ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સહકાર સપ્તાહ દરમિયાન APMC ઊંઝા વિવિધ સામાજિક અને લોકહિતના કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. વૃક્ષારોપણ માટે રોપા વિતરણની આ પહેલને ખેડૂતો અને સ્થાનિક નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR