અષાઢી બીજે શક્તિપીઠ અંબાજીમાં પવિત્ર માનસરોવર કુંડ માં નવા નીરના વધામણા
અંબાજી 16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર
Ambaji ma MANSAROVAR MA VADHAMNA


અંબાજી 16 જુલાઈ (હિ.સ.) અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી હતી.

નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વિધિમાં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણીમાં પધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. ને ખેડૂત અને પશુ પક્ષીઓ સહીત અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવિધિમાં પ્રાર્થના કરવામાં આવે છે તેમજ પુજા વિધિ બાદ સુખડી અને ઘઉ ચણા ના ઠોઠા નો પ્રસાદ વહેચવામા આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande