ઉંઝા નજીક શંકાસ્પદ અખાદ્ય જીરું બનાવતી ફેક્ટરી પર SOGનો દરોડો, રૂ. 6.76 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) : મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના દાસજ ગામની સીમમાં આવેલી રીયા ઇન્ડસ્ટ્રીઝ પર દરોડો પાડી શંકાસ્પદ અખાદ્ય જીરું બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 6.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્
ઉંઝા નજીક શંકાસ્પદ અખાદ્ય જીરું બનાવતી ફેક્ટરી પર SOGનો દરોડો, રૂ. 6.76 લાખનો મુદ્દામાલ જપ્ત


મહેસાણા, 12 જુલાઈ (હિ.સ.) : મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના દાસજ ગામની સીમમાં આવેલી રીયા ઇન્ડસ્ટ્રીઝ પર દરોડો પાડી શંકાસ્પદ અખાદ્ય જીરું બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 6.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે 10 જુલાઈએ દાસજ-ઉંઝા રોડ પર આવેલી રીયા ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઉંઝાના મહાદેવપુરા વિસ્તારના રહેવાસી રાજેશકુમાર પરષોત્તમભાઈ પટેલ પોતાની માલિકીની જગ્યામાં અખાદ્ય જીરાનું પ્રોસેસિંગ કરી શંકાસ્પદ જીરું તૈયાર કરતો હોવાનું સામે આવ્યું હતું.

દરોડા દરમિયાન પોલીસે 74 થેલીમાં ભરેલું આશરે રૂ. 5.03 લાખનું શંકાસ્પદ જીરું તેમજ ઇલેક્ટ્રિક મિક્સર, વજન કાંટા, રંગીન પાવડર, ગુંદ પાવડર, ગોળની રસી, વલોણા સહિત જીરું તૈયાર કરવા ઉપયોગમાં લેવાતી વિવિધ સાધન-સામગ્રી મળી કુલ રૂ. 6,76,020નો મુદ્દામાલ કબજે કર્યો હતો.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના આધારે SOG દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઉંઝા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલા જીરાના નમૂનાઓની તપાસ સહિત કેસની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande