સમા-છાણી કેનાલ રોડ પર મેન લાઇનમાં ભંગાણ: લાખો લિટર પીવાનું પાણી વેડફાયું, કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ
વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો ઉઠી રહી છે, તો બીજી તરફ વડોદરાના સમા-છાણી કેનાલ રોડ પર મેન વોટર લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રસ્તા પર વહી ગયું. આ ઘટનાએ કોર્પોરેશનની કામગીરી અને કોન્ટ્ર
પાણીનો વેડફટ


પાણીનો વેડફટ


પાણીનો વેડફટ


પાણીનો વેડફટ


પાણીનો વેડફટ


વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો ઉઠી રહી છે, તો બીજી તરફ વડોદરાના સમા-છાણી કેનાલ રોડ પર મેન વોટર લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રસ્તા પર વહી ગયું. આ ઘટનાએ કોર્પોરેશનની કામગીરી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

વડોદરા શહેરના સમા-છાણી કેનાલ રોડ પર મેન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પીવાનું પાણી બેફામ રીતે રસ્તા પર વહી ગયું હતું.

પાણીના જોરદાર પ્રવાહને કારણે સમગ્ર માર્ગ જળબંબોળ બની ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જતાં ટ્રાફિકની ગતિ પણ પ્રભાવિત થઈ હતી.

સ્થાનિકોએ આ ઘટનાને કોર્પોરેશન અને સંબંધિત કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ગણાવી હતી. લોકોનું કહેવું છે કે જ્યારે અનેક વિસ્તારોમાં પાણીની અછતની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વેડફાવું અત્યંત ચિંતાજનક છે.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ લીકેજને તાત્કાલિક બંધ કરી મેન લાઇનનું કાયમી સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

પાણીના દરેક ટીપાની કિંમત સમજાવવાના અભિયાન વચ્ચે આવી બેદરકારી અનેક સવાલો ઊભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું પગલાં ભરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande