વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની જન સેવા કેન્દ્રની મુલાકાત
પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખાતે જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં કાર્યરત જન સેવા કેન્દ્રની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ વિવિધ નાગરિક સેવાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ કેન્દ્ર ખાતે હાજર વકીલો, નોટરીઓ તેમજ અરજદારો
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની જન સેવા કેન્દ્રની મુલાકાત.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની જન સેવા કેન્દ્રની મુલાકાત.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની જન સેવા કેન્દ્રની મુલાકાત.


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખાતે જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં કાર્યરત જન સેવા કેન્દ્રની વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ વિવિધ નાગરિક સેવાઓની સમીક્ષા કરી હતી. મંત્રીએ કેન્દ્ર ખાતે હાજર વકીલો, નોટરીઓ તેમજ અરજદારો સાથે સીધો સંવાદ સાધી સેવાઓ અંગેના તેમના અનુભવો અને સૂચનો જાણ્યા હતા. મંત્રીએ આવક દાખલા, જાતિ દાખલા, ડોમિસાઇલ સર્ટિફિકેટ સહિત વિવિધ સરકારી સેવાઓ કેવી રીતે ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેની માહિતી મેળવી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન મંત્રીએ નાગરિકોને સમયસર, પારદર્શક અને સુવિધાજનક સેવાઓ મળી રહે તે માટે જરૂરી સુવિધાઓ વધારવા તેમજ કામગીરીને વધુ અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. સાથે જ વકીલો અને અરજદારો દ્વારા આપવામાં આવેલા સૂચનોને પણ ધ્યાનપૂર્વક સાંભળી તેના પર જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, અગ્રણીરમેશભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande