
- કુલ 47,658 કેસો રજૂ થયા હતા.
પાટણ, 12 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્ષોથી લંબિત તેમજ પ્રિ-લિટિગેશન કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો.
લોક અદાલતમાં કુલ 47,658 કેસો રજૂ થયા હતા, જેમાંથી 12,145 કેસો બંને પક્ષોની સંમતિથી ઉકેલાયા. આ કેસોમાં કુલ ₹8.52 કરોડના સેટલમેન્ટ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા.
ચેક રિટર્ન, વાહન અકસ્માત વળતર, બેંક લોન રિકવરી, મજૂર તકરાર અને વૈવાહિક વિવાદો સહિતના અનેક કેસોનો સુખદ અંત આવ્યો. લોક અદાલતના કારણે લોકોને સમય અને નાણાં બંનેની નોંધપાત્ર બચત થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ