જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા, તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણની તૈયારીઓ તેજ.
પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.)રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ, પોરબંદર જિલ્લા પંચાયતની સામે આવેલી જગ્યા પર પ્રસ્તાવિત તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણ માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન તેમણે ભવનના આયોજન, પ
જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણની તૈયારીઓ તેજ.


જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણની તૈયારીઓ તેજ.


જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણની તૈયારીઓ તેજ.


જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણની તૈયારીઓ તેજ.


પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.)રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ, પોરબંદર જિલ્લા પંચાયતની સામે આવેલી જગ્યા પર પ્રસ્તાવિત તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણ માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી.

સ્થળ નિરીક્ષણ દરમિયાન તેમણે ભવનના આયોજન, પાર્કિંગ સહિતની જરૂરી સુવિધાઓ અને નાગરિકોને વધુ સુલભ સેવાઓ મળી રહે તે માટેના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

મંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભવનના નિર્માણથી તાલુકા સ્તરે સરકારી સેવાઓ વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ બનશે. સાથે જ ભવનમાં આવનારા નાગરિકોને પૂરતી પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, અગ્રણી રમેશભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande