‘હરિયાળી લોકસભા–ગાંધીનગર લોકસભા’ના સંકલ્પ સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ
અમદાવાદ, 12 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણપ્રિય બનાવવાના હેતુથી અમલમાં મૂકાયેલા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત એપલવુડ નજીક આવેલા AMCના પ્લોટ ખાતે ‘હરિયાળી લોકસભા–ગાંધીનગર લોકસભા’ના સંક
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ, 12 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણપ્રિય બનાવવાના હેતુથી અમલમાં મૂકાયેલા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત એપલવુડ નજીક આવેલા AMCના પ્લોટ ખાતે ‘હરિયાળી લોકસભા–ગાંધીનગર લોકસભા’ના સંકલ્પને સાકાર કરતી દિશામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણલક્ષી બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. શહેરમાં હરિયાળીનું આવરણ વધે, પર્યાવરણ સંરક્ષણ જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરે અને આગામી પેઢીને સ્વચ્છ તથા સુરક્ષિત પર્યાવરણ મળે તે માટે સૌએ સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ‘મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ’ અભિયાન શહેરના ગ્રીન કવર વધારવા, પર્યાવરણીય સંતુલન જાળવવા તેમજ નાગરિકોમાં વૃક્ષારોપણ અને વૃક્ષ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહ્યું છે. ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંવર્ધન કરવાની અપીલ કરતાં ‘હરિયાળી લોકસભા–ગાંધીનગર લોકસભા’ના સંકલ્પને જનભાગીદારીથી સફળ બનાવવા સૌને જોડાવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક ભાઈ શાહ, ધારાસભ્યો સર્વ અમિતભાઇ ઠાકર અને બાબુભાઇ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાની સહિત કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande