એમએસ યુનિવર્સિટીમાં 75 ટકા હાજરીના નિયમ સામે AGSUની રજૂઆત: કોમર્સ ડીનને પાઠવ્યું આવેદન
વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં S.Y. અને T.Y. B.Com.ના વિદ્યાર્થીઓ માટે 75 ટકા હાજરી ફરજિયાત કરવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠન AGSUએ વિરોધ નોંધાવ્યો છે. આ નિયમને ફરજિયાત ન બનાવવા માટે આજે ડીનને રજૂઆ
આવેદનપત્ર


આવેદનપત્ર


આવેદનપત્ર


વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં S.Y. અને T.Y. B.Com.ના વિદ્યાર્થીઓ માટે 75 ટકા હાજરી ફરજિયાત કરવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠન AGSUએ વિરોધ નોંધાવ્યો છે. આ નિયમને ફરજિયાત ન બનાવવા માટે આજે ડીનને રજૂઆત કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સેકન્ડ યર અને થર્ડ યર B.Com.ના વિદ્યાર્થીઓ માટે 75 ટકા હાજરી ફરજિયાત ન કરવા અંગે વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

AGSUના જણાવ્યા મુજબ, કોમર્સ ફેકલ્ટીના અનેક વિદ્યાર્થીઓ CA, CS સહિતના પ્રોફેશનલ કોર્સની તૈયારી કરી રહ્યા છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસની સાથે નોકરી પણ કરે છે.

વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં 75 ટકા હાજરી ફરજિયાત બનાવવામાં આવશે તો અનેક વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું મુશ્કેલ બની શકે છે. તેથી અત્યાર સુધી જે રીતે હાજરીની વ્યવસ્થા અમલમાં હતી તે જ વ્યવસ્થા યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત બાદ કોમર્સ ફેકલ્ટીના ડીને વિદ્યાર્થી પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે આ મુદ્દે ટૂંક સમયમાં કોમર્સના શિક્ષકોની વિશેષ બેઠક બોલાવવામાં આવશે. બેઠકમાં વિદ્યાર્થીઓની રજૂઆત અને નિયમના તમામ પાસાઓ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને યુનિવર્સિટીના નિયમો વચ્ચે સંતુલન જળવાય તે માટે હવે સૌની નજર ડીન અને કોમર્સ ફેકલ્ટીની આગામી બેઠકના નિર્ણય પર ટકેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande