પોક્સો કેસનો ફરાર આરોપીને કમલાબાગ પોલીસે ઝડપી લીધો
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં ફરાર થઈ પોલીસથી બચી રહેલા આરોપીને કમલાબાગ પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા મા
પોક્સો કેસનો ફરાર આરોપીને કમલાબાગ પોલીસે ઝડપી લીધો.


પોક્સો કેસનો ફરાર આરોપીને કમલાબાગ પોલીસે ઝડપી લીધો.


પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં ફરાર થઈ પોલીસથી બચી રહેલા આરોપીને કમલાબાગ પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લામાં અલગ-અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી.

આ અભિયાન દરમિયાન કમલાબાગ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પોક્સો કેસનો ફરાર આરોપી રાજકોટ જિલ્લાના વસુન્દ્રા ગામમાં છુપાયો છે.બાતમીના આધારે કમલાબાગ પોલીસની ટીમે વસુન્દ્રા ગામમાં દરોડો પાડી આરોપી કૃણાલ પ્રફુલગીરી રામદતી, રહે. બોખીરા, પોરબંદરને ઝડપી લીધો હતો. આરોપી પોલીસથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ આશરો લઈ રહ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ટીમે સફળ કામગીરી બજાવી હતી. જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આ વધુ એક નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande