ભાવનગરમાં મોબાઇલ શોપ ડિલરો અને જૂના વાહનોના વેપારીઓ સાથે જાગૃતિ બેઠક યોજાઈ
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) દ્વારા મોબાઇલ શોપના ડિલરો તેમજ જૂના વાહનોની ખરીદી-વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લા કલેક્ટર, ભા
ભાવનગરમાં મોબાઇલ શોપ ડિલરો અને જૂના વાહનોના વેપારીઓ સાથે જાગૃતિ બેઠક યોજાઈ


ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) દ્વારા મોબાઇલ શોપના ડિલરો તેમજ જૂના વાહનોની ખરીદી-વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લા કલેક્ટર, ભાવનગર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની જાણકારી આપવાનો તેમજ તેના કડક અમલ માટે વેપારીઓને માર્ગદર્શન આપવાનો હતો.

બેઠક દરમિયાન એસ.ઓ.જી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોબાઇલ ફોન અને વાહનોની ખરીદી-વેચાણ દરમિયાન પૂરતી ઓળખની ચકાસણી ન થવાને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે. તેથી દરેક વેપારીએ ગ્રાહક પાસેથી આધાર કાર્ડ સહિતના જરૂરી ઓળખ પુરાવા મેળવી તેની નોંધ રાખવી ફરજિયાત છે. ઓળખની ખાતરી કર્યા વિના કોઈપણ વ્યક્તિને નવો કે જૂનો મોબાઇલ અથવા વાહનનું વેચાણ કરવું નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે ચોરીના મોબાઇલ, શંકાસ્પદ વાહનો અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વેપારીઓનો સહકાર અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં અસમર્થ હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા એસ.ઓ.જી.ને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને કલેક્ટરના જાહેરનામાની જોગવાઈઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો. સાથે જ તમામ વ્યવહારોની યોગ્ય નોંધ રાખવા, ગ્રાહકોની ઓળખના દસ્તાવેજોની નકલ સાચવી રાખવા અને પોલીસ તપાસ દરમિયાન જરૂરી સહયોગ આપવા પણ સૂચના આપવામાં આવી.

ભાવનગર જિલ્લા એસ.ઓ.જી.એ જણાવ્યું કે જાહેરનામાના ભંગના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ આવે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે તમામ વેપારીઓએ જવાબદારીપૂર્વક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande