
ભાવનગર 13 જુલાઈ (હિ.સ.) યાત્રિયોની સુવિધા માટે ગાંધીગ્રામ-પ્રયાગરાજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના વધારાના 13 ફેરા
યાત્રિયોની વધારાની ભીડ તથા તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 04112/04111 ગાંધીગ્રામ–પ્રયાગરાજ-ગાંધીગ્રામ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના સંચાલન સમયગાળામાં વધારો કરીને વધારાના 13 ફેરા ચલાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ–ગાંધીગ્રામ સ્પેશિયલ તારીખ 18 જુલાઈથી 29 ઓગસ્ટ સુધી દર મંગળવાર અને શનિવારે કુલ 13 ફેરા માટે ચલાવવામાં આવશે.
તે જ રીતે, ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ સ્પેશિયલ તારીખ 19 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી દર બુધવાર અને રવિવારે કુલ 13 ફેરા માટે ચાલશે.
આ સ્પેશિયલ ટ્રેનનો માર્ગ, સમયપત્રક, સ્ટોપેજ, રેક રચના, કોચ સંયોજન તેમજ અન્ય તમામ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ અગાઉની જેમ યથાવત રહેશે. ટ્રેન બંને દિશામાં ચાંદખેડા રોડ, મહેસાણા જંક્શન, પાલનપુર જંક્શન, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર જંક્શન, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટૂંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી તથા ફતેહપુર સ્ટેશનો પર ઉભી રહેશે.
યાત્રિયોને વિનંતી છે કે મુસાફરી પહેલાં પોતાની આરક્ષણ સ્થિતિ તથા ટ્રેનના સમયપત્રકની માહિતી મેળવી લે. આ વધારાના ફેરા માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેનના સમય, સ્ટોપેજ તથા અન્ય વિગતવાર માહિતી માટે મુસાફરો નેશનલ ટ્રેન એન્ક્વાયરી સિસ્ટમ (NTES), અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in તેમજ IRCTC દ્વારા માહિતી મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ