ખોડીયારનગર ચાર રસ્તા પાસે બે વાહનો વચ્ચે ભીષણ અકસ્માત: બંને વાહનોને ભારે નુકસાન, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
વડોદરા,13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે બે વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા
અકસ્માત


અકસ્માત


અકસ્માત


વડોદરા,13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે બે વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરા શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ટક્કરની અસરથી બંને વાહનોના આગળના ભાગને ગંભીર નુકસાન થતાં રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વાહનચાલકોને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ કરી છે.અકસ્માતના સમાચાર મળતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી.

શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ પર બેદરકારી અને વધુ ઝડપે વાહન ચલાવવું ગંભીર અકસ્માતોનું કારણ બની રહ્યું છે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande