વડોદરાના ચકલી સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઈકો અને હોન્ડા સિટીની ટક્કર, સદનસીબે જાનહાનિ નહીં
વડોદરા , 13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.વડોદરા
અકસ્માત


અકસ્માત


વડોદરા , 13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં આજે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા માર્ગ પર ઈકો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની અસરથી બંને વાહનોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી અને ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

જોકે, આ સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની ઘટના બની નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને ખાસ કરીને શહેરના વ્યસ્ત માર્ગો પર વધુ સાવચેતી રાખી વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી રહી છે.સમયસર બ્રેક, મર્યાદિત ઝડપ અને ટ્રાફિક નિયમોનું પાલન અનેક અકસ્માતોને ટાળી શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓ વાહનચાલકો માટે ચેતવણી સમાન છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande