

વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ચૂંટણી મેદાનમાં પોતાની સક્રિયતા વધારી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું.
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે સત્તાવાર રીતે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
ઉમેદવારીપત્ર ભરવાના પ્રસંગે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાર્યકરોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ મતદારો સુધી પક્ષના મુદ્દાઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હવે ઉમેદવારીપત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંજલપુર પેટાચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષો પ્રચારને વધુ વેગ આપશે.
માંજલપુર પેટાચૂંટણી હવે રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતરતા આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ