વર્ષોની પરંપરા પ્રમાણે મુસ્લિમ સમાજે જગન્નાથજીને ‘એકતા રથ’ અર્પણ કર્યો,300 ગ્રામના ચાંદીના રથ પર સોનાની વરખ
અમદાવાદ,13 જુલાઇ (હિ.સ.) આગામી ગુરુવારના રોજ અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવવાની છે. રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી જ પસાર થશે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્રની મંજૂરી સાથ
Ekta Rath to Jagannathji,


અમદાવાદ,13 જુલાઇ (હિ.સ.) આગામી ગુરુવારના રોજ અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાવવાની છે. રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી જ પસાર થશે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્રની મંજૂરી સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના શુભારંભ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને પરંપરાગત 'પહિંદ' વિધિ કરશે.

રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ, સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ તરફથી ભગવાન જગન્નાથજીને ‘એકતા રથ’ અર્પણ કરવામાં આવ્યો છે. રઉફ બંગાલી દ્વારા તૈયાર કરાયેલા આ વિશેષ રથને આજે જગન્નાથ મંદિરના મહંતને વિધિવત અર્પણ કરવામાં આવ્યો.

આ વર્ષે પ્રથમ વખત ચાંદીના રથ પર સોનાની વરખ ચઢાવવામાં આવી છે. અંદાજે 300 ગ્રામથી વધુ ચાંદીથી બનેલા રથ પર 5 ગ્રામ સોનાની વરખ લગાવી તેને વિશેષ આકર્ષક બનાવવામાં આવ્યો છે. ત્રણ ઘોડા સાથે તૈયાર કરાયેલો આ રથ ભગવાન પ્રત્યેની અતૂટ આસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપે છે.

ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ સમાજમાં ભાઈચારો અને એકતા જળવાય તે હેતુથી રઉફ બંગાળીએ એકતા રથ અર્પણ કરવાની પરંપરાની શરૂઆત કરી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢીએ કોમી રમખાણો કે કર્ફ્યૂનો સમય જોયો નથી, તેથી સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે તે માટે આવા પ્રયાસો જરૂરી છે.

રઉફ બંગાળીએ જણાવ્યું કે એકતા રથ તૈયાર કરવામાં લગભગ 15 દિવસનો સમય લાગ્યો હતો.ચાંદીના વધતા ભાવને કારણે સમય સાથે રથનું વજન ઘટાડવામાં આવ્યું છે.

આ અંગે જગન્નાથજી મંદિરના દિલીપદાસ મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની આ 149મી રથયાત્રાના પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીના રથને અર્પણ કરવામાં આવતો હોય છે. શાંતિ, ભાઈચારા અને આ લોકોત્સવ દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક સમાજના વર્ગો આ ભગવાન જગન્નાથજીની યાત્રા સૌ આનંદથી, આસ્થા અને શ્રદ્ધાથી મનાવે, એ હેતુથી વર્ષોથી પરંપરા પ્રમાણે રથ અર્પણ કરવામાં આવતો હોય છે.

આ વર્ષે પણ 149મી રથયાત્રાના પાવન અવસર પર રથ અર્પણ કરી ભગવાન જગન્નાથજીની આ યાત્રાની શુભેચ્છા એ લોકો દ્વારા જે વ્યક્ત કરવામાં આવી છે, એમનો ભાવ સમર્પિત કરવામાં આવ્યો છે અને આવો અનન્ય ભાવ સદાયને માટે બની રહે એવી મંગલ કામના કરવામાં આવી છે.

રથયાત્રામાં અગ્રભાગે 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગકસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાશે. રથને ખેંચવા માટે અંદાજે 1000થી 1200 ખલાસી ભાઈઓ જોડાશે, જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ-સંતો પણ રથયાત્રામાં ભાગ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande