પાસા વોરન્ટમાં ફરાર આરોપીને, એલસીબીએ ઝડપી લીધો.
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા એલસીબીએ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પાસા વોરંટ હેઠળ છેલ્લા દોઢ વર્ષથી ફરાર તેમજ આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે પ્રોહિબિશનના ગુનાઓમાં
પાસા વોરન્ટમાં ફરાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો.


પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા એલસીબીએ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પાસા વોરંટ હેઠળ છેલ્લા દોઢ વર્ષથી ફરાર તેમજ આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે પ્રોહિબિશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી લાલ શાહીથી નાસતા ફરતા આરોપીની વલસાડ જિલ્લાના કીલા પારડી ખાતેથી ધરપકડ કરી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે કીલા પારડી ખાતે દરોડો પાડી ઉમેશ બાબુભાઈ પટેલ (ઉ.વ. 48)ને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય બે પ્રોહિબિશનના ગુનાઓ અંગે પણ સંબંધિત પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના નેતૃત્વમાં કરવામાં આવેલ કામગીરીમાં એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande