કોન્સ્ટેબલ કે.જે.પરમારે ઇમરજન્સીમાં અતી રેર ગણાતા AB- નેગેટિવ બ્લડનુ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) : પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પીઠીયાની રાહબરી હેઠળ ડો. ડી.કે. બારડ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ રહેલા દર્દીને તાત્કાલિક અતી રેર ગણાતા AB-નેગેટિવ બ્લડની જરૂરિયાત ઊભી થતા આ અંગે જાણ થતાં પ્ર.પાટણ પો.સ્ટે.
ઇમરજન્સીમાં અતી રેર ગણાતા AB- નેગેટિવ બ્લડનુ રક્તદાન


ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) : પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પીઠીયાની રાહબરી હેઠળ ડો. ડી.કે. બારડ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ રહેલા દર્દીને તાત્કાલિક અતી રેર ગણાતા AB-નેગેટિવ બ્લડની જરૂરિયાત ઊભી થતા આ અંગે જાણ થતાં પ્ર.પાટણ પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ પરમાર એ દર્દીની ગંભીરતાને ધ્યાને લઇ પોતાની ફરજનો ભાગ ગણી રેડક્રોસ બ્લડ બેંક વેરાવળ ખાતે જઇ સારવાર લઇ રહેલ દર્દીને સ્વૈચ્છિક રક્તદાન કરી પોલીસ પ્રજાનો મીત્ર છે ખરા અર્થમા સાર્થક કરેલ છે.

સમયસર ઉપલબ્ધ કરાયેલા રક્તદાનથી દર્દીને જરૂરી સારવાર મળી શકી હતી. પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની ફરજ ઉપરાંત સમાજસેવા અને માનવતાના કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહે છે, જેનું આ કાર્ય ઉત્તમ ઉદાહરણ છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓની રક્તદાન કરવા મદદ માટે આગળ આવવા અપીલ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande