રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લતીપુરમાં માતૃકૃપા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો
- ગાયનું દુગ્ધ દોહન કર્યું અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. જામનગર/ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેન
પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો


દુગ્ધ દોહન


પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો


- ગાયનું દુગ્ધ દોહન કર્યું અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું.

જામનગર/ગાંધીનગર, 13 જુલાઈ (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત કલ્પેશ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બળદેવ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પધાર્યા હતા.

રાજ્યપાલએ ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ ખેતીની પ્રક્રિયાઓમાં રસ લઈને પોતાનું અનુભવસભર અને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ગુલાબથી ગુલકંદ બનાવવાની પ્રક્રિયા જોઈ હતી અને અન્ય મૂલ્યવર્ધિત પેદાશોને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ રીતે મૂલ્યવર્ધન કરીને પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ મોટી આવક મેળવી શકાય છે તેમ જણાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યાં હતાં.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ માટે મહત્વના એવા 'ઘન જીવામૃત', નિમાસ્ત્ર, વગેરેની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં ગુલાબ તેમજ મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું હતું.

સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન જેટલો વધુ એટલી ખેતી વધુ સમૃદ્ધ. જંગલમાં કોઈ ખાતર કે પાણી આપવા જતું નથી, પરંતુ એ લીલુંપલ્લવ રહે છે. એ બધા વૃક્ષો પ્રાકૃતિક રીતે પોષણ પામે છે.

સ્થાનિક ખેડૂતો પાસેથી તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી તેના ઉપાયો સૂચિત કર્યા હતા. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું.

ખેડૂત બળદેવખત્રાણીએ પોતાના ખેતરની મુલાકાત પર આવવા બદલ રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ મુલાકાતને ઉત્સાહ વધારનારી જણાવી હતી. વધુમાં તેમણે રાજ્યપાલના અનુભવસભર માર્ગદર્શનથી જરૂર ફાયદો થશે તેમ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande